વાંકાનેર: સ્વ.ડો.રમણીકભાઈ મહેતાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ…
અલગ અલગ છ વિભાગોના નિષ્ણાંત ડોક્ટરો કેમ્પમાં સેવા આપશે….
વાંકાનેર: આગામી રવિવારે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ દ્વારા સ્વ.ડૉ.રમણીકભાઈ મહેતાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ૧). કાન-નાક-ગળાના નિષ્ણાંત, ૨). ચામડીના રોગોના નિષ્ણાંત, ૩). હાડકા તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, ૪). મગજ-માનસિક રોગો તથા વ્યસન મુક્તિના નિષ્ણાંત, ૫). ડાયાબિટીસના નિષ્ણાંત તેમજ ૬). મગજ અને કરોડરજ્જુના નિષ્ણાંત ડોક્ટરો સેવા આપશે.
આ નિદાન કેમ્પમાં તપાસનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહિ.જેથી આ નિદાન કેમ્પનો લાભ લેવા માટે વાંકાનેર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
ફ્રી નિદાન કેમ્પ
ડો. આકાંક્ષા યાદવ (MS ENT) 👉કાન નાક અને ગળાના નિષ્ણાંત
ડો. દર્શિત આંબલીયા (MD SKIN) 👉ચામડી, વાળ, નખ, ગુપ્ત રોગ તથા કોસ્મોટિક નિષ્ણાંત
ડો. દિવ્યેશ જેતપરિયા (MS Orthopedic) 👉હાડકાં તથા જોઇન્ટ રિપ્લેસ્ટમેન્ટના નિષ્ણાંત
ડો. શ્રુતિ રાઠોડ (MD Neuropsychiatry) 👉મગજ, માનસિક રોગ, વ્યસન મુકિત તથા મનોજાતિય રોગોના નિષ્ણાંત
ડો. હર્ષ ઠકકર (M.B. ACCD, CCGDM) 👉ડાયાબિટીસના નિષ્ણાંત
ડો. જય એલ માધાણી (DNB Neurosurgery) 👉મગજ અને કરોડરજજુના નિષ્ણાંત
આ કેમ્પમાં કાનમાં સાંભળવાની તકલીફ હોય તેવા લોકોને સાંભળવાનો રિપોર્ટ (ઓડિયોગ્રામ PTA) ફ્રી માં કરી આપવમાં આવશે.
કેમ્પની તારીખ :- ૧૮-૧-૨૦૨૬ રવિવાર
સમય :- સવારે ૧૦-૦૦ થી ૧-૦૦
સ્થળ :- દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુ સમાજ) પ્રતાપ રોડ, વાંકાનેર.
વધુ માહિતી માટે: 94274 33282 પર સંપર્ક કરવો.


