વાંકાનેર: રવિવારે બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ-રાજકોટના સહયોગથી ફ્રી નિદાન-સારવાર કેમ્પ
વાંકાનેર: રવિવારે રીલીફ હોસ્પિટલમાં બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ-રાજકોટના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે. આ નિદાન કેમ્પમાં જાણીતા ડોકટરો સેવા આપશે… આ કેમ્પમાં નીચે મુજબના દર્દીઓનું ફ્રી નિદાન કરી સારવાર આપવામાં આવશે.
ચામડીના રોગો:- ડૉ. જયેશ સનારીયા (M.B. D.V,D,)
મોરબીના નામાંકિત ચામડીના રોગોના નિષ્ણાંત ડો. દ્વારા ચામડીના તમામ રોગોનું નિદાન-સારવાર.
આયુર્વેદિક સારવારઃ- ડૉ. કેતન ભીમાણી (M.D. આયુર્વેદિક – રાજકોટ)
સાંધાના દુખાવા, પેટના જુના રોગો તથા ચામડીના રોગો જેવા કે સફેદ દાગ, ખરજવું, સોરીયાસીસ માટે આયુર્વેદિક સારવાર.
હોમીયોપેથીક સારવારઃ- ડૉ. એન.જે. મેઘાણી & ડૉ. દિનેશ નગેવાડીયા શ્વાસ, એલર્જી, શુક્રાણુની ખામી જેવા હઠીલા રોગો માટે હોમીયોપેથીક નિદાન – સારવાર
એકયુપ્રેશર સારવાર:- શ્રી બજરંગ મિત્ર મંડળ ટીમ
સાંધાના દુખાવા, મણકાની તકલીફ, આધાશીશી, સાયનસ, જુની કબજીયાત માટે એકયુપ્રેશર સારવાર.
શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા ૭-દિવસની આયુર્વેદિક /હોમીયોપેથીક દવા ફ્રી આપવામાં આવશે.
મર્યાદિત સંખ્યામાં દર્દી જોવાના હોવાથી ફોન પર નામ નોંધાવવું જરૂરી છે. Mo.: 99245 07133/91063 37327
સ્થળ:- રિલીફ હોસ્પિટલ
માઁ હોસ્પિટલની બાજુમાં, ભંગારના ડેલાંની બાજુ વાળી શેરી, 27 નેશનલ હાઈવે, વાંકાનેર.
તા:– 19/06/2022 રવિવાર,
સમય:– સવારે 9.30 થી 12.30
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…