વાંકાનેર: બંધુસમાજ દવાખાનામાં રવિવારે ફ્રી નિદાન કેમ્પ

દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર (બંધુસમાજ વાંકાનેર) તથા ક્રાઇસ્ટ હોસ્પિટલ-રાજકોટના સહયોગથી આગામી રવિવારે સવારે ૧૦થી બપોરના 1 વાગ્યા સુધી એક ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરેલ છે. આ નિદાન કેમ્પમાં નીચેના નિષ્ણાંત ડૉકટરો સેવા છે.

ડો. હેતલબેન ચૌહાણ M.S. (ENT Surgeon)
કાન, નાક, ગળાના સર્જન
કાન, નાક ગળાના દર્દોની જરૂરી હશે તો સર્જરી પણ કરશે.

ડો. શ્રેણુજ મારવણીયા M. S. (General Surgery) જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જન
પેટ, આંતરડા, પિતાશય, એપેન્ડીક્ષ, પથરી, હરસ, મસા, ભગંદર, કોઇપણ જાતની સારણગાંઠ, વધરાવળ, સુન્નત ના રોગોની દૂરબીન-વિડીયોથી થતા ઓપરેશનના નિષ્ણાંત…

ડો. કિશન હાલપરા (હાડકાના સર્જન)
હાડકાનાં ફેકચર, સાંધાના દુઃખાવા તથા મણકા, ડોક, કમરનો જુનો દુઃખાવો, અકસ્માતમાં થતી ઇજા, ફેકચર । તથા ક્રશ ઇન્જરી, ગોઠણ તથા થાપાના સાંધા બદલવાના નિષ્ણાંત

ડો. ગાયત્રી રાઠોડ (પટેલ) કન્સલ્ટન્ટ ન્યુરોસાઇકિયાટ્રીસ્ટ
માથાનો દુઃખાવો, આધાશીશી, ચકકર આવવા, અનિંદ્રા, ઉદાસી, હતાશા, આપઘાતના વિચાર, સુનમુન રહેવું, ગભરામણ, કારણ વગરનો ડર, શ્વાસ રૂંધાવો, વગેરે રોગના નિષ્ણાંત…

ડો. પ્રિયંકા વાગડીયા હોમિયોપેથીક
તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલ્ટી, મેલેરીયા, ટાઇફોઇડ, બી. પી. ડાયાબીટીસ, કમળો ચક્કર, એલર્જી, માથાનો દુઃખાવો, ચામડીના રોગો વગેરે રોગોની સારવારના નિષ્ણાંત…

આ ફ્રી નિદાન કેમ્પનો વાંકાનેર શહેર અને તાલુકાની જનતાને લાભ લેવાની બંધુસમાજ દવાશાળાએ અપીલ કરેલ છે.

આ સમાચારને શેર કરો