વાંકાનેર: વાંકાનેર અને આસપાસની જાહેર જનતાના લાભાર્થે દંત રોગો માટે વિના મુલ્યે દંત ચિકિત્સા અને દાંતની બત્રીસીના કેમ્પનું આયોજન શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજયુકેશન રાજકોટની ટીમના ડો.જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમના મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો. સંજય અગ્રાવત વગેરે સેવા આપશે.
કેમ્પ ઉપલબ્ધ સુવિધાઓ :
👉🏻 દાંત અને પેઢા ના રોગો નું નિદાન
👉🏻જેમને આવશ્યકતા મુજબ દાંત-દાઢ આયુર્વેદની જાલંધર બંધ વિધિથી ઈન્જેક્શન વગર કાઢી અપાશે
વિનામૂલ્યે દવાઓ :
વૃદ્ધ વ્યક્તિ જેમને દાંતની બત્રીસી (ચોકઠા) ની જરૂર હશે તેમને સ્થળ પર જ વિનામુલ્યે બત્રીસીનું માપ લઇ બનાવી આપવામાં આવશે.
કેમ્પનું સ્થળ અને સમય :
તારીખઃ ૧૩-૯-૨૫ શનિવારે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી
સ્થળ : “બંધુ સમાજ” દવાખાનું, પ્રતાપ રોડ, વાંકાનેર.
નામ નોંધાવવા માટે સંપર્ક કરો…👉 મોનિકા ભટ્ટ ૯૪૦૯૭ ૭૩૬૭૪
