વાંકાનેરમાં 22 માર્ચે ત્રાંસી આંખ માટેનો વિનામૂલ્યે કેમ્પ યોજાશે

વાંકાનેર : વાંકાનેરમાં તા. 22-3-2025 ને શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાંકાનેર નવા બસ સ્ટેશન પાસે આવેલી એન.આર. દોશી આંખની હોસ્પિટલ ખાતે ત્રાંસી આંખ માટેનો વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વડોદરા થી ડો. જીતેન્દ્ર જેઠાણીની ટીમ દ્વારા સેવા આપવામાં આવશે. આ કેમ્પમાં દર્દી સાથે 2 વ્યક્તિ જ આવી શકશે. રૂબરૂ આવો ત્યારે જ કેસ કાઢવાનો રહેશે. કોઈપણ ઉંમરના દર્દી ત્રાંસી આંખ માટે બતાવી શકશે. વધુ માહિતી માટે ફોન 02828-222082 મો.નં. 94089 39982 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

🔸ત્રાસી આંખના કોઈપણ ઉંમરના દર્દી આંખ બતાવી શકે છે.
🔸 આંખ બતાવવા માટે અગાઉથી નામ લખાવવું જરૂરી નથી
🔸 કેસ કાઢવાનો સમય સવારે 9:00 થી 12:00 નો રહેશે
🔸 દર્દી સાથે એક અથવા બે વ્યક્તિ જ આવી શકશે. તેનાથી વધારે આવવું નહીં

કેમ્પની વિગત

તારીખ : 22/03/2025, શનિવાર
સમય : સવારે 9 થી 12
કેમ્પ નું સ્થળ :
એન. આર. દોશી આંખની હોસ્પિટલ
(દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ)
નવા બસ સ્ટેશન પાસે, વિદ્યાભારતી સ્કૂલની સામે, રાજકોટ રોડ, વાંકાનેર
મો. 94089 39982, ફોન : 02828-222082

આ સમાચારને શેર કરો