Placeholder canvas

વાંકાનેર: પંચાયતમાં અને પાલિકામાં ત્રીજા દિવસે 73 ફોર્મ ઉપડ્યા અને કેટલા ફોર્મ ભરાયા ? જાણવા વાંચો

વાંકાનેર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ વિતરણનો ત્રીજો દિવસ છે. વાંકાનેર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ફોર્મ ઉપાડવાની સાથે આજે ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા છે.

વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે આજે 30 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. નગરપાલિકામાં અત્યાર સુધીમાં કુલ 59 ફોર્મ ઉપડેલ છે. જ્યારે તાલુકા પંચાયતની 24 સીટો માટે આજે 34 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા, જે પૈકી તાલુકા પંચાયતમાંથી 18 અને મામલતદાર કચેરીમાંથી 16 ફોર્મ આજે ઉપડ્યા છે. આમ તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં કુલ 106 ફોર્મ ઉપડેલ છે. જ્યારે જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે આજે 09 ફોર્મ ઉપડ્યા છે, આમ જિલ્લા પંચાયતમાં અત્યાર સુધીમાં કુલ 33 ફોર્મ ઉપડેલ છે.

વાંકાનેરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં આજે ત્રીજા દિવસે કુલ 73 ફોર્મ ઉપડેલ છે. જ્યારે આજ સુધી કુલ 198 ફોર્મ ઉમેદવારોએ ઉપાડેલ છે.

આજે વાંકાનેર તાલુકામાં 3 ફોર્મ ભરાયા છે, વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠક ઉપર 1 ફોર્મ કોંગ્રેસના ઉમેદવારે કરેલ છે જ્યારે કણકોટ બેઠક કરો બે ફોર્મ કોંગ્રેસના ઉમેદવાર ભરેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો