સૌરાષ્ટ્ર

ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને પોરબંદરના પૂર્વ MP બળવંતભાઈ મણવરે 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા…

ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને પોરબંદરના પૂર્વ સાંસદ પ્રો. બળવંતભાઈ મણવરનું ૮3 વર્ષની વયે આજરોજ વહેલી સવારે ડુમિયાણી ખાતે દુઃખદ અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા આજે બપોર પછી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ડુમિયાણી (તા.ઉપલેટા) ખાતેથી નીકળશે. ​​​​​​​

તા. ૧૭/૧૦/૧૯૪૩ના રોજ જન્મેલા પ્રો.મણવર એમ.એ. એલ.એલ.બી. સુધી ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા હતા. ૧૯૭૫-૮૦માં રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

૧૯૮૦માં ઉપલેટાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પ્રધાનમંડળમાં શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. ૧૯૮૯-૯૧માં પોરબંદર લોકસભાની બેઠક ઉપર જનતા દળના સંસદ સભ્ય તરીકે વિજય પ્રાપ્ત કર્યો હતો. ૧૯૯૦-૯૫માં ગુજરાત સરકારના તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સરકારમાં ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી.

સ્વ. બળવંતભાઈ મણવરે ઉપલેટાના ડુમિયાની ગામે ઉચ્ચ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી એક વિશાળ શૈક્ષણિક સંકુલની સ્થાપના કરી હતી.

આ સમાચારને શેર કરો