Placeholder canvas

અખિલ ગુજરાત સિપાહી સમાજ દ્વારા રાજકોટ જિલ્લા સિપાહી સમાજની રચના

અખિલ ગુજરાત સિપાહી સમાજના સંગઠન ને વેગ આપવા અમરેલી જિલ્લા સિપાહી સમાજ ના આગેવાનોનો દ્વારા તમામ જિલ્લા, તાલુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા સિપાહી સમાજને સંગઠિત કરવા માટે અખિલ ગુજરાત સિપાહી સમાજ દ્વારા રાજ્યના તમામ જિલ્લા સંગઠન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે સિપાહી જમાતના આગેવાનો ની એક બેઠક યોજવામાં આવી હતી.

અખિલ ગુજરાત સિપાહી સમાજ દ્વારા રાજકોટ જિલ્લા સિપાહી સમાજની રચના કરવા માટે ની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા રાજકોટ જિલ્લા સિપાહી સમાજના પ્રમુખ તરીકે સિપાહી સમાજનું ગૌરવ એવા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એવા કર્મનિષ્ટ મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટર હાજી મહમદરફીકભાઈ ચૌહાણ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જયારે રાજકોટ શહેર સિપાહી સમાજના પ્રમુખ તરીકે હાજી ઇબ્રાહીમભાઇ શેખ અને રાજકોટ શહેર લઘુમતી મોરચાના પ્રમુખ જ. યાકુબખાન પઠાણ ની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

તે ઉપરાંત અખિલ ગુજરાત સિપાહી સમાજ ની નાણાંકીય અને વહીવટી સરળતા માટે ખજાનચી તરીકે રાજકોટના હાજી ઈમ્તિયાઝભાઈ શેખ , જૂનાગઢના શિક્ષણવિદ હાજી સોહેલભાઈ સિદ્દીકી, હિસાબનીશ તરીકે જૂનાગઢના શકીલભાઇ મુન્શી ની વરણી કરવામાં આવી છે. ગુજરાત સિપાહી કર્મચારી સમિતિના ચેરમેન તરીકે ઐયુબખાન પઠાણ સંગીત કલા સમિતિના ચેરમેન તરીકે જામનગરના આંતરરાષ્ટ્રીય કલાકાર અયાઝખાન (મુન્નાખાન) પઠાણ, રાજ્યની સ્પોર્ટ્સ સમિતિ ના વાઇસ ચેરમેન તરીકે અમરેલીના યુવાન કોચ ઇનાયતખાન પઠાણ અને રાજ્ય ક્રિકેટ સમિતિના ચેરમેન તરીકે રાજકોટના ઇબ્રાહીમભાઇ કુરેશી ની વરણી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો