વાંકાનેર: આજે પ્રથમ દિવસે જિલ્લા પંચાયતના 8, તાલુકા પંચાયતના 31 અને નગરપાલિકાના 17 ફોર્મ ઉપડ્યા

વાંકાનેર, તા.8 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ વિતરણ શરૂ થયું છે. વાંકાનેર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે આજે ફોર્મ ઉપાડવાનું ઉમેદવારોએ શરૂ કર્યું હતું.

વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે આજે પ્રથમ દિવસે કુલ 17 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જ્યારે તાલુકા પંચાયતની 24 સીટો માટે 31 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જે પૈકી તાલુકા પંચાયતમાંથી 13 અને મામલતદાર કચેરીમાંથી 18 ફોર્મ ઉપડ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે આજે કુલ 8 ફોર્મ ઉપડ્યા હતા.

વાંકાનેરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં આજે પ્રથમ દિવસે કુલ ૫૬ ફોર્મ ઉપડેલ છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •