skip to content

વાંકાનેર: માટેલમાં સિરામીક ફેક્ટરીની કેન્ટીનમાંથી વિદેશી દારૂ પકડાયો.

વાંકાનેર : માટેલ અમરધામ નજીક આવેલ સોલીજો સીરામીક ફેકટરીમાં કેન્ટીન સંચાલક દારૂ વેચતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી આરસી બ્રાન્ડ વિદેશી દારૂના ચપલા સાથે કેન્ટીન સંચાલકને ઝડપી લીધો હતો.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ અમરધામ રોડ ઉપર આવેલ સોલીજો સીરામીક ફેક્ટરીની કેન્ટીનમાં સંચાલક ઇદ્રીશભાઇ રહીમભાઇ પરાસરા, રહે-ગુલશન સોસાયટી, ચૌધરી ટેઇલરવાળી શેરી, વાંકાનેર. (ડો.દેકાવાડીયાના મકાનમા ભાડેથી) પાસેથી પાસ પરમીટ કે આધાર વગર પ્રરપ્રાન્તની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂના ચપલા કેન્ટીનમાં વેચતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન કેન્ટીનમાંથી રોયલ ચેલેન્જ પ્રીમીયમ રીઝર્વ વ્હીસ્કી 180 મીલીના ચપલા નંગ-30 કિંમત રૂપિયા 3000 મળી આવતા પોલીસે કેન્ટીન સંચાલકની અટકાયત કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો