ગુજરાત

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યારે પડશે તમારા વિસ્તારમાં કમોસમી વરસાદ…

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાશે. કેટલાક શહેરોમાં તો તાપમાનનો પાસે 44 ડિગ્રીને પાર જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે પણ રાજ્યમાં હીટવેવનો પ્રકોપ જોવા મળ્યો છે. કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના શહેરોમાં હીટવેવની અસર જોવા મળી શકે છે.

કમોસમી વરસાદની આગાહી

કાળઝાળ ગરમી બાદ કમોસમી વરસાદ નાગરિકો સાથે ખેડૂતોની મુશ્કેલી વધારશે. હવામાન વિભાગે ત્રીજી મેથી છઠ્ઠી મેની વચ્ચે માવઠાની આગાહી કરી છે. ત્રીજી મેએ કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી છે.ચોથી મેના રોજ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. પાંચમી અને છઠ્ઠી મેના રોજ રાજ્યના અનેક જિલ્લામાં માવઠું મુશ્કેલી વધારી શકે છે.

આ સમાચારને શેર કરો