વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ દ્વારા ભારે વરસાદમાં ફસાયેલ પરિવારોને ફૂડ પેકેટનુ વિતરણ કર્યું.
વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ દ્વારા ભારે વરસાદના કારણે ફસાયેલ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઇ એલ એ ભરગા તથા તેના સ્ટાફ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા જરૂરિયાતમંદ પરિવારને ફુટ પેકેટ નું વિતરણ કર્યું હતું. એજ રીતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન પી.આઈ ધેલા પીએસઆઇ મહેશ્વરી તથા તેના સ્ટાફ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા લોકોને પોતાના વિસ્તાર માં ચાલુ વરસાદે જઈને પેટ્રોલ પંપ ની બાજુમાં અરુણોદય સોસાયટી,ખાડીપરા,નવાપરા, હસનપર,વિસીપરા, શક્તિપરા જરૂરિયાતમંદ પરિવારને ફુટ પેકેટ નું વિતરણ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

