Placeholder canvas

વાંકાનેર: રંગપર ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર: રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના કાચા રસ્તા પાસે તળાવના પટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રણ નાશી જતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના કાચા રસ્તામાં તળાવના પટમાં જાહેરમાં જુગાર રમતા વનાભાઈ ગેલાભાઈ મેર, રમેશભાઈ મીઠાભાઈ મેર, રવુભાઇ ઉર્ફે મુન્નો જીલુભાઈ કારિયા, જયરાજભાઈ વલકુભાઈ ખાચર અને શિવકુભાઈ દડુભાઈ ખાચરને રોકડ રકમ રૂ.૨૧,૩૦૦ અને મોટર સાઈકલ નંગ ૩ કીમત રૂ.૯૦,૦૦૦ સાથે ઝપડી પાડયા હતા જ્યારે જયરાજભાઈ ઓઢભાઈ તકમરિયા, દિલીપ મોટભાઈ ખાચર અને રમેશભાઈ ઉર્ફે દેવો માવજીભાઈ ચૌહાણ નાશી જતા તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો