Placeholder canvas

વાંકાનેર: સત્તાપર ગામે જાહેરમાં જુગાર રમતાપાંચ શકુનિઓ ઝડપાયા

By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાધીકા ભારાઇ તરફથી મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે પો.સબ.ઇન્સ શ્રી આર.એ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન લોકરક્ષક જગદીશભાઇ ગાબુને મળેલ ખાનગી હકીકત આધારે વાંકાનેર તાલુકાના સતાપર ગામ, કન્ડેશ્વર મહાદેવના જવાના મંદિર તરફ જવાના રોડ પર આવેલ કાળુભાઇ હરજીભાઇ કોળીના મકાન નજીકે જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરતા કુલ રોકડ રૂ.૧૫,૨૦૦/ સાથે પાંચ શખ્સો ઝડપાયા હતા.

આ શકશો(૧) ગોરધનભાઇ કરશનભાઇ ધોરીયા જાતે કોળી ઉવ. ૩૫, રહે. શરોડી તા.થાનગઢ સુરેન્દ્રનગર (૨) અબ્દુલભાઇ અલીભાઇ બાવરા જાતે મોમીન ઉવ-પ૪ રહે,સમઢીયાળા તા.વાંકાનેર જી.મોરબી (3) યોગેશભાઇ ધીરૂભાઇ મકવાણા જાતે કોળી ઉવ.૩૦ રહે.સરોડી તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર (૪) રવજીભાઇ કાનાભાઇ સાપરા જાતે કોળી ઉ.વ.૩૨ રહે.ગુંદાડા તા.વાંકાનેર જી.મોરબી (૫) જીતેન્દ્રભાઇ વીનુભાઇ બાવળીયા જાતે કોળી ઉવ.૨૫ રહે.તરકીયા તા.વાકાનેર જી.મોરબી પકડીને જુગારધારા મુજબનો ગુન્હો રજી,કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરીમાં આર.એ.જાડેજા પો.સબ.ઇન્સ વાંકાનેર તાલુકા, મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, હરીચન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા તથા લોકરક્ષક જગદીશભાઇ, સંજયસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો