Placeholder canvas

વાંકાનેર: તીથવાના કુબા પાસે જુગાર રમતા પાંચ પકડાયા : બે ફરાર

વાંકાનેર સીટી પોલીસે રાતીદેવળીની સીમ વિસ્તારમાં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે રાતીદેવડી અને તીથવા વચ્ચે આવેલ સીમ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પડતા પાંચ જુગારી ઝડપાઇ ગયા હતા. જયારે બે જુગારી નાસી છુટતા પોલીસે ફરાર જાહેર કરી પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

શહેર પોલીસ મથકેથી મળેલ માહિતી મુજબ રાતીદેવળીથી તીથવા જવાના કુબાવાળા કાચા રસ્તે, રાતીદેવળીની સીમમાં, પવનચક્કી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી (૧) અરજણભાઇ રવાભાઇ લામકા, રહે.પંચશીલ સોસાયટી,કુવાડવા રોડ ,વાંકાનેર (૨) રમેશભાઇ વિભાભાઇ ફાંગલીયા, રહે.રાતીદેવળી (૩) મુકેશભાઇ લાલજીભાઇ સાબરીયા,રહે. સજ્જનપર (૪) મેહુલભાઇ વિનયચંદ્ર મારૂ, રહે. વાંકાનેર ઝાંપા શેરી જવાસા રોડ (૫) ઇબ્રાહીમભાઇ અલ્લારખાભાઇ,રહે.વાંકાનેર હાઉસીંગ સોસા. રેલ્વે સ્ટેશનની બાજુ વાળાને રોકડા રૂપિયા ૨૭,૩૦૦ સાથે ઝડપી લીધા હતા. જયારે હનીફભાઇ વકાલીયા, રહે-તીથવા અને નીઝામભાઇ મોમીન રહે-તીથવા વાળા આરોપી નાસી છુટતા પોલીસે બન્ને આરોપીઓને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો