Placeholder canvas

વાંકાનેર: મહીકા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર : હાલમાં તહેવાર અને વરસાદી વાતાવરણમાં જુગારીઓ રમ્યા વગર રહી ન શકે… અને ક્યારેક પોલીસના ઝપટે ચડી જાય ! આવું જ વાંકાનેર તાલુકાના મહિકા ગામે થયું. વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના મહીકા ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂપીયા-૧૫,૬૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૬ મળી કુલ મુદામાલ કી રૂ-૩૯,૬૦૦ના મુદામાલ સાથે પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પો.હેડ.કોન્સ ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ સંજયસિંહ જાડેજાનાઓએ મળેલ ખાનગી હકીકત આધારે વાંકાનેર તાલુકાના મહીકાના ઢાળ પાસે આવેલ સરકાર સર્વીસ સ્ટેશન નજીક જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૫,૬૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૨૪,૦૦૦/ સાથે મળી કુલ મુદામાલ કી રૂ ૩૯,૬૦૦ સાથે આરોપીઓ રફીકભાઇ વલીમામદભાઇ બાદી, અયાઝભાઇ ઉસ્માનભાઇ માથકીયા, અકીલભાઇ માહમદભાઇ ચૌહાણ, ઇન્જામુલભાઇ હુસેનભાઇ માથકીયા, એસાનભાઇ અલીમામદભાઇ જુણેજાને ઝડપી લીધા હતા.

આ સમાચારને શેર કરો