skip to content

રાજકોટમાં ઝનાના હોસ્પિટલ સૌથી સ્વચ્છ હોસ્પિટલ !

રાજકોટ: સ્વચ્છ સર્વેક્ષણ-2024 અંતર્ગત રાજકોટમાં હોટલ, હોસ્પિટલ, સરકારી કચેરી, વોર્ડથી માંડી સ્વચ્છતા ચેમ્પિયન મેન-વુમન કેટેગરીમાં સ્વચ્છતા રેકીંગના વિજેતાઓ આજે જાહેર કરવામાં આવ્યા છે. મેયર, કમિશ્નર સહિતના તંત્રવાહકોની હાજરીમાં આજે તેઓને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સરકારે નવનિર્મિત કરેલી ઝનાના હોસ્પિટલ અન્ય ટોચની ખાનગી હોસ્પિટલ કરતા સ્વચ્છતામાં આગળ નીકળી છે. તો સ્કુલમાં પ્રથમ નંબરે રાજકુમાર કોલેજ સિવાય બીજા અને ત્રીજા ક્રમે શિક્ષણ સમિતિની શાળાઓ આવી છે. સ્વચ્છ સરકારી કચેરીમાં આયકર ભવન પ્રથમ નંબરે છે તો વોર્ડ નં.8 પ્રથમ ક્રમે આવ્યો છે.

આ સમાચારને શેર કરો