વાંકાનેર

રાજકોટમાં કોરોનાના નવા વેવમાં પ્રથમ મોત, ગાંધીગ્રામના 55 વર્ષના આધેડ કોરોના સામેનો જંગ હાર્યા…

રાજકોટમાં તા.૧૯–૫–૨૦૨૫થી આજે તા.૧૦–૬–૨૦૨૫ સુધીના ૨૨ દિવસમાં કોરોનાના કુલ ૧૧૪ કેસ મળ્યા છે જેમાંથી ૬૧ દર્દી સાજા થયા છે અને ૫૩ દર્દીઓ હાલ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે. દરમિયાન આજે મલેશિયાથી રિટર્ન યુવાન સહિત વધુ ૯ દર્દીઓ સંક્રમિત થયાનું જાહેર થયું છે. સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે ગાંધીગ્રામમાં વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય આધેડ કોરોના પોઝિટિવ હોવાથી સારવાર માટે આવ્યા હતા. જેનું મોડીરાત્રે મોત થયાનું જાહેર થયું છે. તેઓને સાથે બીપી, ડાયાબિટીસ, ફેફસા અને હાઈપર ટેન્શનની પણ બિમારી હતી. સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં હાલ બે દર્દીઓ સારવાર હેઠળ છે.

દર્દીઓમાં માઈલ્ડ લક્ષણો

ગુજરાતમાં હાલમાં જે કેસો જેવા મળે છે તે ઓમીક્રોનના પેટાં ટાઈપ વેરિયન્ટ એલએફ.૭.૯ છે. જેમાં દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યકિતઓએ તેમના સ્વારથ્યનું સ્વ–નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી– છીક દરમિયાન નાક–મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થુંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું. ખાસ કરીને કો–મોર્બીડ કડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શકિતની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં રાઈઝીંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી એજ સમજદારી છે.

આ સમાચારને શેર કરો