Placeholder canvas

સાયલા તાલુકાના ધાંધલપુરના પૂર્વ સરપંચ પર ફાયરિંગ થયુ…

સુરેન્દ્રનગર: સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ રબારી ઉપર ડોળિયા ગામ પાસે ફાયરિંગ કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો તાકીદે ઘનાસ્થળે દોડી આવ્યો હતો. જૂના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ થયુ હોવાનું મનાઇ રહ્યુ છે.

સુરેન્દ્રનગર એસ.પી., એલસીબી અને સાયલા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મળેલી માહિતી મુજબ જૂની અદાવતમાં ફાયરિંગ થયાનું અનુમાન છે. સાયલા એપીએમસીમાંથી વન્ય પ્રાણી કાર્યક્રમ બતાવી પોતાના ઘર ધાંધલપુર તરફ જતા ડોળીયા પાસે આ બનાવ બન્યો હતો. હાલ ધાંધલપુર ગામે રણછોડભાઈના પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે.

હાલ જૂના ઝઘડાનું કારણ સામે આવી રહ્યું છે. હાલ સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સીસીટીવી કેમેરા ચેક સહિતની કામગીરી કરી રહી છે. ફરિયાદી રણછોડભાઈ રબારી દ્વારા સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ કરાઈ રહી છે. ફાયરિંગમાં કારને સાઈડની થાંભલી પર નુકસાન થયુ છે. જેથી પોલીસ કારને એફએસએલમાં મોકલી આપશે.

આ સમાચારને શેર કરો