વાંકાનેર: નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે ચાલુ ટેન્કરમાં લાગી આગ…!!!

વાંકાનેર: 27 નેશનલ હાઇવે ચંદ્રપુર પાસે હાઇવે પરથી પસાર થઈ રહેલા એક ચાલુ ટેન્કરના પાછલા જોટામાં અચાનક આગ લાગી હતી. જેમને કારણે ટેન્કર વાળાએ ત્યાં ટેન્કર ઉભું રાખી દીધું હતું અને સદ્નનસીબે તેમની બાજુમાં જ સર્વિસ રોડ પર સર્વિસ સ્ટેશન આવેલું હોવાથી ત્યાંથી પાણીની પાઇપ લંબાવીને પાણીનો મારો ચલાવતા આગ બુજાઈ ગઈ હતી.
મળેલી માહિતી મુજબ ટેન્કરમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ વેસ્ટ ભરેલું હતું અને ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળના જોટામાં અચાનક આગ લાગી ગઈ હતી અને બાજુમાં રહેલા સર્વિસ સ્ટેશન વાળા ભાઈએ સર્વિસ સ્ટેશનની પાણીની પાઇપ લંબાવીને પાણીનો મારી ચલાવતા આગ બુજાવી દીધી હતી. જેમના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ટેન્કરના વહીલમાં નુકસાની થઈ હતી.

