Breking News: રાજકોટમાં નમકીનની કંપનીમાં ભીષણ આગ: 5 કિમી સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં મોટી આગ લાગતા દોડધામ મચી છે.

સવારના 9.30 વાગ્યા આસપાસ આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ચાર ગાડી ઘટનાસ્થળે પહોંચી છે. પાણીનો મારો ચલાવી એક કલાકથી ફાયરની ટીમ આગને કાબૂમાં લેવાનો પ્રાયસ કરી રહી છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પણ આગને કારણે મોટું નુકસાન થવા પામ્યું છે. આગ એટલી વિકરાણ છે કે, તેના ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર સુધી દેખાય રહ્યાં છે.
