વાંકાનેર

વાંકાનેર: કણકોટ ગામે ખેડૂતના વાડામાં રાખેલ ઘાસચારામાં લાગી આગ, થઈ ગયું બધુ રાખ…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામમાં બપોરના સમયે ગામ નજીક આવેલ ખેડૂતના ઢોર બાંધવાના વાડામાં રાખેલ કડબ, પશુના ઘાસચારા પર વિજ તાર તૂટીને પડતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેમાં જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સંપૂર્ણ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જૂના કણકોટ ગામે સારદીયા પ્રકાશભાઈ ધનજીભાઈના ગામ નજીક આવેલ ઢોર બાંધવાના વાડામાં કડબ, પશુના ઘાસચારાના જથ્થા પરથી પસાર થતા વિજ તાર તૂટીને પડતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સંપૂર્ણ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.

આ સમાચારને શેર કરો