અતિકમાં આગ :વાંકાનેરના પ્રતાપરોડ પર આવેલી દુકાનના ઉપરના માળે લાગી હતી આગ…
વાંકાનેરની પ્રતાપ રોડ પર, મોમીન શેરી પાસે આવેલ અતિક નોવેલ્ટ સ્ટોર નામની દુકાનમાં ઉપરના માળે ગત રાત્રે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ગઈ કાલે ઇદ-એ-મિલાદુન્નબી હોવાથી દુકાન બંધ હતી, ત્યારે તેમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી અને તે જોત જોતામાં ફેલાઈ ગઈ હતી સ્થાનિક લોકો અને પોલીસની ટિમ દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
વાંકાનેરમાં ખાટલે મોટી ખોટ એ છે કે નગરપાલિકા પાસે આગના બુજાવવા માટે ફાયરના સાધનો લગભગ નહિવત છે. એક નાનું ફાયર ફાયટર છે તેમનાથી મોટી આગ કાબુમાં આવી શકે તેમ નથી આ પ્રશ્નો ઘણા વર્ષોથી હોવા છતાં વાંકાનેર નગરપાલિકા ફાયરના સાધનો પૂરતા પ્રમાણમાં નથી. આગના બનાવવામાં મોરબી અથવા રાજકોટ થી ફાયર ફાઈટર બોલાવવા પડે છે.
જુવો વિડીયો….
https://www.instagram.com/reel/C__BQkFINA-/?igsh=MXhnMXA2MHVnNjhwMw==

