skip to content

મોરબી: સિરામિક ફેકટરીમાં ગેસ લીકેજ થતાં આગ લાગી

મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ ઓપવેલ સિરામિક ફેકટરીમાં સોમવારે મોડીરાત્રે ગેસ લિકેજને કારણે આગ લાગતા મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી. જો કે આ આગને કારણે સિરામિક કંપનીમાં વ્યાપક નુકશાન થયું હોવાનું અને એક શ્રમિક દાઝયો હોવાની વેટ સામે આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર સોરિસો ચોકડી નજીક આવેલ ઓપવેલ સિરામિક ફેકટરીમાં સોમવારે મોડીરાત્રે લગભગ પોણા બે વાગ્યાના અરસામાં ગેસ સિલિન્ડરની લાઈનમાં લીકેજ થતા પળવારમાં આગ વિકરાળ બની હતી. મોરબી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી.

દરમિયાન એવી વિગતો પણ બહાર આવી છે કે આ ઓપવેલ સીરામી ફેકટરીમાં ગેસ સિલિન્ડરમાંથી જતી લાઈનમાં લીકેજ કે અન્ય કોઈ કારણોસર આગ ભભૂકી હોવાનું હાલમાં મનાઈ રહ્યું છે. આગની આ ઘટનામાં એક શ્રમિક દાઝયો હોવાનું પણ બિન સત્તાવાર માહિતી મળી છે.

આ સમાચારને શેર કરો