વાંકાનેર: બાઇક ચાલકને હડફેટે લેનાર કાર ચાલાક સામે ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેર નજીક કારચાલકે ડબલ સવાર બાઈકને હડફેટે લેતા બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ઈજાગ્રસ્તે કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલાના મોટી મોલડી ગામે રહેતા સુનીલભાઇ શૈલેષભાઇ વાઢેર (ઉ.વ. ૨૩) અને પ્રકાશભાઇ પ્રવિણભાઇ વાઢેર (ઉ.વ. ૧૮) તા.૧૬ ના રોજ વાંકાનેરના કણકોટ ખેરવા ગામ વચ્ચે ડબલ સવાર બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુરપાટ ઝડપે આવતા હોન્ડા કંપનીની સફેદ કાર નં. જી.જે. ૦૩ જે.સી. ૦૮૩૯ ના ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈકચાલક પ્રકાશભાઇ પ્રવિણભાઇ વાઢેરનું મોત નીપજ્યું હતું. જ્યારે સુનીલભાઇ શૈલેષભાઇ વાઢેરને ઇજા પહોંચી હતી.

આ બનાવ અંગે તેમણે કારચાલક સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપી કારચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો