હશનપરમાં પાણી બાબતે મહિલાઓ વચ્ચે મારામારી!

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હશનપર ગામમાં પાણી જેવી નજીવી બાબતે મહિલાઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. સીટી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગઈકાલે તા. 28ના રોજ હશનપર ગામમાં હંસાબેન દેવકરણભાઇ હમીરપરા (ઉવ.૩૫, ધંધો ઘરકામ તથા મજુરી રહે હશનપર, દરગાહની આગળ, બીજા નાલા પાસે) સાથે હનીફાબેન મીયાણા તથા હીનાબેન અલ્તાફભાઇ મીયાણા (રહે બન્ને હશનપર)એ શેરીમાં પાણી ઢોળવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. બાદમાં હનીફાબેન અને હીનાબેને હંસાબેનને માથામાં તેમજ બીજો ઘા ડાબા પગમાં ગોઠણના ભાગે મારી મુંઢ ઇજા કરી હતી. આથી, હંસાબેનએ હનીફાબેન તથા હીનાબેન સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો