વાંકાનેરના રાતીદેવડી ગામે બાકી પૈસા મુદ્દે મારામારી, બેને ઈજા

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે બાકી પૈસાની ઉઘરાણી મુદ્દે મારામારીની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાતીદેવડી ગામે રહેતા પ્રકાશભાઈ ઉર્ફે પિન્ટુ લાલજીભાઈ વોરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, બાવજીભાઈ કાળુભાઈ વોરા, અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને વિજય પરસોત્તમભાઈ વોરા બાકી પૈસાની માંગણી કરી રહ્યા હતા.

ફરિયાદ મુજબ, હાલ પૈસા ન હોવાથી પૈસા આપવાની ના પાડતા ચારેય આરોપીઓએ ઉશ્કેરાઈને લાકડીઓ વડે પ્રકાશભાઈ તથા તેમની સાથે રહેલા દિલીપભાઈને માર માર્યો હતો. આ ઘટનામાં બંનેને ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ અંગે પ્રકાશભાઈ વોરાની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on