વાંકાનેર: તિથવામાં બે જુથો ધારીયા-પાઇપ જેવા હથિયાર સાથે બે જૂથો સામ સામે તૂટી પડ્યા…!!! 6ને ઇજા…
વાકાનેર: તિથવા ગામેં આજે વહેલી સવારે બે જૂથો વચ્ચે સશસ્ત્ર જુથ અથડામણ થઈ હતી, જેમાં બંને જૂથોના ત્રણ-ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. આ બનાવને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે આજે વહેલી સવારે ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે બે જુથો કોઇ કારણોસર એક્ઠા થયા હોય, દરમ્યાન માથાકૂટ થતા બંને જુથો વચ્ચે ધારીયા-પાઇપ જેવા ઘાતક હથિયારો વડે સશસ્ત્ર જૂથ અથડામણ થઈ હતી, જેમાં ૧). સહદેવભાઈ સાધુભાઈ ફાંગલીયા, ૨). નિકુલભાઇ સહદેવભાઈ ફાંગલીયા અને ૩). કમલેશભાઈ સહદેવભાઈ ફાંગલીયા (રહે. ત્રણેય તિથવા) ને ઇજાઓ પહોંચી હતી, જ્યારે સામાપક્ષે ૧). છગનભાઈ હીરાભાઈ બાંભવા, ૨). મોનાભાઈ હીરાભાઈ બાંભવા, ૩). ભરતભાઈ હીરાભાઈ બાંભવા (રહે. ત્રણેય મહાવીર સોસા., વાંકાનેર)ને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

