વાંકાનેર: અમરસરમાં ભેંસને ગાડી અડી જતા બે પરિવાર વચ્ચે મારામારી…

વાંકાનેર : વાંકાનેરના અમરસરમાં અગાઉ ભેંસ ખેતરમાં ઘુસી જવા બાબતે તેમજ શેરીમાં ઢોર રાખવા બાબતે થયેલ બોલાચાલી બાદ ભેંસને ગાડી અડી જતા નજીવી બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે અમરસર ગામે રહેતા વિપુલ વિભાભાઈ ફાંગલીયાએ આરોપી (૧) ભાયાભાઇ ઝાલાભાઇ ગમારા (૨)મહીપાલ ભાયાભાઇ ગમારા (૩)સુનીલ ભાયભાઇ ગમારા (૪)ઝાલાભાઇ ઉકાભાઇ ગમારા (૫)ગોવીદભાઇ ઝાલાભાઇ ગમારા (૬) પરબતભાઇ ઝાલાભાઇ ગમારા (૭)હીન્દુભાઇ ધોધાભાઇ ગમારા (૮)ભીખુભાઇ ઝાલાભાઇ (૯)દેવાભાઇ ચકુભાઇ ગમારા (૧૦)રાજુબેન ભીખુભાઇ અને (૧૧)મોધીબેન ભાયાભાઇ રહે.બધા અમરસર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓને તેમના માલઢોર બજારમાં નહિ રાખવાનું કહેતા ઝઘડો કરી લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો.
જ્યારે સામાપક્ષે ફરિયાદી મહિપાલ ભાયાભાઈ ગમારાએ આરોપી (૧) વિપુલભાઇ વિભાભાઇ ફાગલીયા (૨) વિભાભાઇ વેલાભાઇ ફાગલીયા (૩) ભગવાનજીભાઇ મચ્છાભાઇ ફાગલીયા (૪) સુરેશભાઇ મચ્છાભાઇ ફાગલીયા (૫) વિક્રમભાઇ વિભાભાઇ ફાગલીયા (૬) દશરથભાઇ ભગવાનજી ફાગલીયા (૭) પ્રકાશભાઇ ભગવાનજીભાઇ ફાગલીયા (૮) સંજયભાઇ ભગવાનજીભાઇ ફાગલીયા (૯) પબાભાઇ મચ્છાભાઇ ફાગલીયા અને (૧૦) કાનાભાઇ પબાભાઇ ફાગલીયા રહે તમામ અમરસર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, અગાઉ ખેતરમાં ભેંસ જવા બાબતે બોલાચાલી બાદ તેઓ બોલતા ચાલતા ન હોય અને ભેંસ સાથે ગાડી અથડાતા બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી આરોપીઓએ વારાફરતી આવી લાકડી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી બાઇકમાં નુકશાન કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. વાંકાનેર સીટી પોલીસે હાલ બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો