રાજકોટમાં જ્યુબેલી બાગ પાસે સરાજાહેરમાં બે કિન્નરો વચ્ચે મારામારી..!!!
શહેરમાં જ્યુબેલી બાગ પાસે કિન્નરો વચ્ચે ફરી ડખ્ખો થયો હતો. જેમાં મારામારી થતા એકને ઈજા થઈ હતી. સિવિલ હોસ્પિટમાં દાખલ થયેલ નિકિતાદેએ મીરાંદે અને પ્રિયંકાદે સામે આક્ષેપ કર્યાં હતા.
આ અંગે મળતી માહિતી મુજબ, નિકિતાદે મીરાંદે (ઉં.વ.25, રહે ગંજીવાડા, શેરી નંબર 36, શક્તિ ચોક) ગઈકાલે 11:00 વાગ્યા આસપાસ જયુબેલી ચોક અરવિંદભાઈ મણિયાર હોલ સામે હતી ત્યારે સામેવાળા મીરાદે અને પ્રિયંકાદે તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરી લાકડાના ધોકા અને ઢીંકા પાટુ વડે માર મારતા માથે શરીરે ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. અગાઉ પણ ઝઘડો થયેલો. જૂનો ઝઘડો હોય તેની માથાકુટ થઈ હતી. પોલીસે નિવેદન લેવા તજવીજ કરી હતી.

