Placeholder canvas

લખતરમાં આકાશમાંથી વિચિત્ર આફત ઉતરતા ગ્રામજનો ભયભીત: થાંભલા-મોબાઇલ ટાવર ધરાશાયી

સફેદ વાદળોનો ગોળો ફરતો-ફરતો વિઠ્ઠલગઢ અને જયોતિપરા ગામમાં પડયો : મકાનના છાપરા ઉડયા : એકને ઇજા : 12 ગામમાં અંધારા

લખતર: ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર પંથકમાં મિની વાવાઝોડા સ્વરૂપે જોરદાર વંટોળીયો ફુંકાયો હતો. અને આ વંટોળીયાએ 18 જેટલા વિજ પોલ અને બે મોબાઇલ ટાવર ધરાશાયી કરી દીધા હતા. તો ગ્રામ્ય વિસ્તારમાં મકાનનાં છાપરા ઉડાડી દીધા હતા. આ વંટોળીયાનાં કારણે 12 ગામોમાં વિજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો.

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં મોટો વંટોળિયો જોવા મળ્યો હતો. અહીં આકાશમાંથી સફેદ વાદળોનો ગોળો ફરતો ફરતો જમીન પર ત્રાટક્યો હતો. આ બનાવના લાઇવ દ્રશ્યો લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા.

વરસતા વરસાદ વચ્ચે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મળતી વધુ માહિતી પ્રમાણે વંટોળિયાને પગલે જ્યોતિપરા ગામ ખાતે કાચા મકાનના છાપરા ઉડી ગયા હતા. આ ઉપરાંત બે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. વંટોળિયાને પગલે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી. વરસતા વરસાદ સાથે વંટોળિયો આવતા લોકોમાં ડર ફેલાયો હતો. શરૂઆતમાં લોકોને વંટોળિયાને જોઈને કૂતુહલ થયું હતું, પરંતુ તે ગામમાં ત્રાટકતા ભયનો માહોલ જોવા મળ્યો હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/8E3k5K5WX36GM3d0SSxQrO

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો