બીક ભૂંડી છે..!!! ખનીજ ચોરીમાં પકડાયેલ ડમ્પરનો ડ્રાઈવર ચાલુ ડમ્પરે ઉતરીને ભાગી ગયો….

વાંકાનેર: મેસરિયા રોડ પર ખાણ ખનીજ વિભાગની ટીમ વાહન ચેકિંગમાં હોય દરમિયાન ખનીજ ભરેલ એક ડમ્પરને ઝડપી પાડી ડમ્પરના ડ્રાઈવર સાથે બેસીને સિક્યુરીટી ગાર્ડને વાંકાનેર તાલુકા પોલીસ મથકે લઇ જવા રવાના થતા વાંકાનેર બ્રાઉન્દ્રી થી વાંકાનેર તરફ આવતા હાઈવે પર આવતા ડમ્પરના ચાલકે પોતાના ડમ્પરમાંથી ઉતરી જઈને સિક્યુરીટીના જીવને જોખમમાં મુકીને નાશી ગયો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોધાવી છે.

મોરબીના રવાપર ધુનડા રોડ પર પ્રમુખ સોસાયટી રહેતા મહેશભાઈ મોતીભાઈ ગોધાણી એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે મોરબ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ મહેશ્વરી સહિતની ટીમ સાથે વાંકાનેરના મેસરિયા રોડ પર વાહન ચેકીંગમાં હોય દરમિયાન એક ડમ્પર જીજે ૧૩ એ ડબ્લ્યુ ૬૩૫૧ ખનીજ ભરીને નીકળતા તેને રોકી તલાસી લેતા ખનીજના રોયલ્ટી પાસ પરવાના ના હોવાથી ડમ્પર ચાલકનું નામ પૂછતા રાજુભાઈ પરમાર જણાવેલ હતું.તેમજ આ ડમ્પર વાંકાનેર તાલુકા પોલીસ મથકે લઇ જવા કહેતા મહેશભાઈ તથા ડમ્પર ચાલક રાજુભાઈ પરમાર ડમ્પર લઈને વાંકાનેર આવવા રવાના થતા વાંકાનેર બાઉન્ડ્રી થી વાંકાનેર તરફ જાલીડા ગામથી બોર્ડથી એક કિમી પહોચતા ડ્રાઈવર રાજુભાઈ ચાલી ડ્રાઈવિંગે ડમ્પરમાંથી ઉતરી ભાગી ગયો હતો તો ડમ્પર વાહનમાં સાથે બેસેલ મહેશભાઈની જિંદગીને જોખમમાં મૂકી હતી બાદમાં મહેશભાઈ એ ડમ્પરને કાબુમાં કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો