વાંકાનેર

યાદોમાં આજે પણ જીવતું એક લડાયક વ્યક્તિત્વ -ફતેમામદ પરાસરા

સમય પસાર થાય છે… વર્ષો વીતી જાય છે…
પરંતુ કેટલાક માણસો એવા હોય છે કે જેમની યાદો સમય સાથે ધૂંધળી થવાને બદલે વધુ સ્પષ્ટ થતી જાય છે.
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની અને સમગ્ર વિસ્તારમાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર ફતેમામદ મામદ પરાસરા પણ એવી જ એક વ્યક્તિ હતા. તેઓ માત્ર એક નામ નહોતા, પરંતુ સમાજમાં હિંમત, નિડરતા અને આગેવાનીનું પ્રતિક હતા.
વાંકાનેર અને આસપાસના વિસ્તારોમાં જ્યારે લોકોના પ્રશ્નો, અણન્યાય કે સામાજિક મુદ્દાઓ ઉભા થતા, ત્યારે ફતેમામદ પરાસરા આગળ ઉભા રહેતા. લોકો માટે અવાજ ઉઠાવવો અને સાચી વાત નિડરતાથી કહેવી – આ તેમની ઓળખ બની ગઈ હતી. એટલા માટે જ ઘણા લોકો તેમને લડાયક અને નસીબે સવાયા આગેવાન તરીકે યાદ કરે છે.
તેમના વ્યક્તિત્વમાં એક ખાસ સાદગી અને માનવતાની લાગણી હતી. સમાજના દરેક વર્ગ સાથે તેમની નજીકની લાગણી હતી. કોઈ મુશ્કેલીમાં હોય તો મદદ માટે આગળ આવવું – આ તેમની સ્વભાવની ઓળખ હતી.
તા. 23 ઓગસ્ટ 2011 અને હિજરી કેલેન્ડર મુજબ 22 રમજાન ના દિવસે ફતેમામદ પરાસરાએ દુનિયાને અલવિદા કહી. તેમના અવસાનથી વાંકાનેર વિસ્તારમાં એક ખાલીપો ઉભો થયો, જે આજે પણ ઘણા લોકો અનુભવે છે.
દર વર્ષે 22 રમજાન આવે ત્યારે તેમના મિત્રો, શુભેચ્છકો અને સમાજના લોકો તેમને યાદ કરી દુઆ કરે છે. કારણ કે કેટલાક માણસો દુનિયામાંથી જતા રહે છે, પરંતુ તેમની વિચારધારા અને તેમની યાદો સમાજમાં જીવંત રહે છે.
ફતેમામદ પરાસરા પણ એવી જ એક યાદ છે –
જે વાંકાનેરના સમાજમાં હિંમત, સચ્ચાઈ અને આગેવાનીની પ્રેરણા આપતી રહેશે.
અલ્લાહ તઆલા તેમને જન્નતુલ ફિરદૌસમાં ઊંચું દરજ્જો અતા કરે – આમિન.

આ સમાચારને શેર કરો