સૌરાષ્ટ્ર

દ્વારકા-જામનગર હાઇવે પર ભયંકર અકસ્માત, 7 લોકોના મોત 15 થી વધુ ઘાયલ…

ગત રાત્રે દેવભૂમિ દ્વારકા-જામનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ, કાર, બાઈક સહિત ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. દ્વારકા જામનગર હાઈવે રોડ પર બરડીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક બસ, બે કાર સહીત ચાર બાઈક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. જેમાં 7 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા દ્વારકાના બરડીયા પાસે અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે.

15 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે દ્વારકા સિવિલ હોસ્પિટલ પણ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ સમાચારને શેર કરો