મોરબી

મોરબીમાં ખેડૂતોની કાલે વિશાળ પદયાત્રા: નવા પરિપત્રના વિરોધમાં આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરી સુધી કૂચ…


મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા રાજ્ય સરકારના નવા પરિપત્રના વિરોધમાં તા. 14 જુલાઈ 2026 (મંગળવાર)ના રોજ વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ નવા પરિપત્રને સ્વીકારવા તૈયાર નથી અને તેને રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે.

આંદોલનના આયોજન મુજબ સવારે 9:00 વાગ્યે મહેન્દ્રનગર ચોકડીથી પદયાત્રાનો પ્રારંભ થશે. પદયાત્રા સર્કીટ હાઉસ, ગેંડા સર્કલ, નટરાજ ફાટક અને શોભેશ્વર રોડ થઈને કલેક્ટર કચેરી પહોંચશે. બપોરે 12:00 વાગ્યે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

આ આયોજનમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ મહિલાઓને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા મુજબ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ સત્યાગ્રહના સ્વરૂપે યોજાશે અને ખેડૂતોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા આ પદયાત્રાને સમર્થન આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચારને શેર કરો