Placeholder canvas

ખેડૂત મુશ્કેલીમાં: ખેતીમાં કપાસ લાલ થઈને સુકાવા લાગ્યા !!

વાંકાનેર આ વર્ષે ખેતી માટે ખૂબ સારું વર્ષ રહ્યું હતું, જ્યારે જ્યારે વરસાદની જરૂરિયાત ઊભી થઈ ત્યારે વરસાદ થયો હતો અને વચ્ચે ક્યારે ખેતીના કોઈપણ પાકને પાણીની ખેંચ પડી ન હતી.જેથી આ વર્ષે ખેડૂતોને ખેતીમાં સારું ઉત્પાદન આવશે તેવું લાગી રહ્યું હતું.

ખેતીને આકાશી રોજી કહેવામાં આવે છે, ખેતીનો કોઇપણ પાક જ્યારે ઘરે આવે ત્યારે જ ખેડૂત કહે કે હવે આ આપણું અને ખૂબ સારું ઉત્પાદન થયું. કેમકે શરૂઆતમાં ખૂબ સારો પાક દેખાતો હોય તેમાં ગમે ત્યારે ઊલટું પડી જતું હોય છે અને પાક નિષ્ફળ પણ થતો હોય છે.

આ વર્ષે પણ એવું થયું છે, હવે ખેતીમાં ખાસ કરીને કપાસનો પાક લાલ થવા લાગ્યો છે, લાલ થઈને સુકાવા લાગ્યો છે આથી ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે છે. હાલ કપાસમાં ઝીંડવા આવી ગયા છે, પરંતુ કપાસ લાલ થવાના કારણે હવે નવો ફાલ નહિ આવી શકે આમ ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાતો હોય તેવું લાગી રહ્યું છે.

વાંકાનેરમાં કપાસ લાલ થવાના એકલદોકલ નહીં પણ ઘણા બધા બનાવો સામે આવી રહ્યા છે, આ તસવીરમાં રાતીદેવળી ગામની પંચાસર બાયપાસ પરના એક ખેતરનીની તસ્વીર છે.

આ સમાચારને શેર કરો