વાંકાનેર

વાંકાનેર:મહીકા ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા ખેડૂતનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા એક ખેડૂતનું મોત થયેલ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે કાનપર રોડ પર બાદી હુસેનભાઇ મમદભાઈની વાડી આવેલ છે, તેઓ આજે વહેલી સવારે વાડીએ પાણીની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા ભેજના કારણે બાદી હુસેનભાઇ મમદભાઈ (ઉંમર વર્ષ 56)ને ઈલેક્ટ્રીક શોટ લાગતા તેઓને સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.

મૃતક બાકી હુસેન મામદભાઈ તેવો મહીકામાં આવેલ જીનીયસ સ્કુલ વાળા નીજામ બાદી સાહેબ અને લાઈક ક્લિનિક વાળા ડૉ. ઈમ્તિયાઝ બાદીના પપ્પા થાય. તેઓની આજે બપોર બાદ મહીંકા ખાતે દફનવિધિ કરવામાં આવશે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો