વાંકાનેર: ગુંદાખડા ગામે રસ્તામાં ચાલુ ટ્રેક્ટરમાં ખેડૂતને એટેક આવ્યો…
વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં ખેતરેથી ટ્રેક્ટર લઇ ઘરે પરત આવતા ખેડૂતને ચાલું ટ્રેક્ટરમાં એટેક આવતા અકસ્માતે નીચે પડી જતા તેમના શરીર પર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતા ખેડૂતનું કરુણ મોત થયું છે.
આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે રહેતા પોપટભાઈ વાલજીભાઈ સાપરા (ઉ.વ. ૫૧) નામના ખેડૂત ગામની સીમમાં આવેલ પોતાના ખેતરેથી ટ્રેક્ટર લઇ ઘરે પરત ફરતા હતા ત્યારે રસ્તામાં ચાલું ટ્રેક્ટરમાં જ તેમને એટેક આવતાં ખેડૂત અકસ્માતે નીચે પડી જતા તેમના શરીર પર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળતાં માથામાં તથા શરીરે છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ખેડૂતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરે છે.

