વાંકાનેર: સીટી પીઆઇ બી.જી.સરવૈયાનો વિદાય સમારંભ યોજાયો
વાંકાનેર: સીટી પીઆઇ બી.જી.સરવૈયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો આજે વિદાય સમારંભ યોજાયો હતો.
વાંકાનેર સીટી પીઆઇ બી.જી.સરવૈયા વાંકાનેરમાં છેલ્લા ત્રણેક માસથી મુકાયા હતા તેઓ આજે વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા તેમને વિદાય આપવા માટે વાંકાનેર શહેર પોલીસે એક વિદાય સમારંભ યોજ્યો હતો. જેમાં વાંકાનેરના ધારાસભ્ય જાવીદ પીરઝાદા, વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહજી તાલુકા પી.એસ.આઇ, સીટી પી.એસ.આઇ તેમજ શહેરના રાજકીય-સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
આ સમયે વાંકાનેર ધારાસભ્યએ નિવૃત્ત થતાં બી.જી.સરવૈયાનો નિવૃતિકાળ તંદુરસ્તી અને પરિવાર સાથે માણી શકે અને સામાજિક પ્રવૃત્તિમાં પોતાનું હવે પછીનું જીવન વ્યતીત થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી. એ જ રીતે વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહજીએ પણ નિવૃત્તિકાળ માટે શુભેચ્છા પાઠવી હતી. ત્યારે સિટી પીએસઆઇ બી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે સરવૈયા સાહેબ સાથે નોકરી કરતા તેઓને ઘણું બધું શીખવાનું મળ્યું છે અને સાહેબ હંમેશા યાદ રહેશે એવું જણાવીને તેઓએ પણ વાંકાનેર શહેર પોલીસ પરિવાર વતી શુભેચ્છા પાઠવી હતી.
આ સમયે સીટી પીઆઇ બી.જી. સરવૈયાએ જણાવ્યું હતું કે મેં અહીં આશરે ત્રણેક માસ નોકરી કરીને વાંકાનેરમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું એમની મને ખુબ ખુશી છે. આ સમયગાળા દરમિયાન વાંકાનેરમાં કોઈપણ પ્રકારનો મોટો ક્રાઇમ થયો નથી. મોરબી જિલ્લામાં વાંકાનેર એકમાત્ર તાલુકો એવો છે જેમાં છેલ્લા ત્રણેક માસથી કોઈ પણ મોટો ક્રાઇમ થયો નથી. તેવોએ વધુમાં જણાવ્યું હતું કે મને અહીંયા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પત્રકારો અને મારા સ્ટાફમાંથી ખૂબ સારો સહકાર મળ્યો છે તે હંમેશા યાદ રહેશે…
કાર્યક્રમના અંતે શહેર પોલીસના કર્મચારીઓએ બી.જી. સરવૈયાને ઊંચકી લઇને જીપ સુધી લઈ ગયા હતા અને ખુલ્લી જીપમાં તેઓને બેસાડીને પોલીસ સ્ટેશનના જાપા સુધી આગળ ઢોલ વાગતા અને જીપ સાથે પોલીસ સ્ટાફે ભારે હૃદયથી પી.આઇ. સરવૈયાને વિદાય આપી હતી.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…