ફાળદંગ-બેટી રસ્તા પર ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના હસ્તે ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું.

રાજકોટ: આજે ફાળદંગથી બેટીને જોડતો ડામર રોડનું ખાતમુહૂર્ત 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્યો સરપંચો તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ રસ્તા પર ડામર રોડનું ખાતર્મુહત થતા લોકોને પડતી મુશ્કેલી દૂર થશે, આ રસ્તો બનતા લોકોમાં ખુશી જોવા મળી હતી.

આ સમાચારને શેર કરો