Placeholder canvas

નકલીની મોસમી ખીલી: હવે ગૃહમંત્રીનો નકલી પીએ ઝડપાયો…!!!

રાજ્યમાં નકલીની ભરમાર જામી છે. નકલી ટોકનાકુ, નકલી સરકારી કચેરી, નકલી PMO અને CMO અધિકારી બાદ વધુ એક મંત્રીનો નકલી પીએ ઝડપાયો છે. વડોદરા પોલીસે ગૃહમંત્રીના નકલી પીએને ઝડપી લીધો છે. વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે બદલીની ધમકી આપી નશામાં ધૂત ત્રણ જેટલા યુવકોએ આતંક મચાવી દીધો હતો. આ યુવાનો પૈકીના એક વરૂણ પટેલ નામના યુવકે પોતે ગૃહમંત્રીનો પીએ છે અને તારી બદલી કરાવી દઇશ તેમ કહીને પોલીસકર્મીઓને માર માર્યો. વળી આ શખ્સો આટલેથી ના અટક્યા તેમણે પોલીસ વાનનો પીછો પણ કર્યો. હાલ તો સમગ્ર મામલે હરણી પોલીસે દારૂના નશામાં ધૂત 3 આરોપીઓની ધરપકડ કરી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઇએ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે હું અને ટ્રાફિક બ્રિગેડના ડ્રાઇવર જ્યોતીષકુમાર પાઉલભાઈ પરમાર (રહે.વડોદરા શહેર) પૂર્વ વિસ્તારમાં સ્પિડગન વાન મોબાઇલમાં ઇન્ચાર્જ તરીકે ફરજ ઉપર પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન રાત્રિના આશરે પોણા બે વાગ્યાના અરસામાં ગોલ્ડન ચોકડી પાસે સર્વીસ રોડ ઉપર આવેલ પારસ ઢાબા પાસે આવતા બે ઇસમો શેડ ઉપર વચ્ચે ઉભા હતા. જેથી અમે અમારી ગાડી રોકી હતી અને તેઓને સાઇડમાં ઉભા રહી વાતો કરવાનુ જણાવ્યું હતુ.

બાદમાં તેઓ એકદમ મારી ગાડી પાસે આવ્યા હતા.અમારી ગાડીનો દરવાજો ખોલીને તેઓએ અમને કહ્યું હતું કે, તમે કેમ અહીયા આવ્યા છો. તેઓ દારૂ જેવા કેફી પીણાનો નશો કરેલી હાલતમાં હતા. તેઓને આ બાબતે કહેવા જતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને અમને જણાવ્યું હતું કે, તમે ટ્રાફિકવાળા છો, તમારે કોઇ લેવા દેવા નથી, જેમાંથી વરૂણ પટેલ નામનો યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને અમારા ડ્રાઇવર સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી અને ડ્રાઇવરને પકડીને રોડ ઉપર પછાડ્યો હતો, જેથી તેઓને પીઠ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેને મારી સાથે પણ પણ છુટાહાથની મારામારી કરી હતી અને મને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. વરૂણ પટેલે જણાવ્યું હતું કે, હું ગૃહમંત્રીનો પી.એ. છું, હું તમારી કાલે બદલી કરાવી દઇશ.

આ સમાચારને શેર કરો