Placeholder canvas

ફૈઝ નર્સિંગ કોલેજમાં 100થી વધારે વિધાર્થીનીઓ અભ્યાસ કરીને સરકારી નોકરી મેળવી…

વાંકાનેર: વર્તમાન સમયમાં બેરોજગારીનો આંક દિવસે દિવસે ઉપર જતો રહ્યો છે ત્યારે આવા સમયમાં નોકરી મેળવી એ ખૂબ જ અઘરું અને પડકારજનક કામ છે. ત્યારે છોકરીઓ માટે નર્સિંગનો એ.એન.એમ. 2વર્ષનો કોર્ષ કરીને આસાનીથી પોતાની કારકિર્દી ઘડી શકે છે.
વાંકાનેરમાં ધી ફૈઝ બ્રાઇટ નર્સિંગ કોલેજની સ્થાપના 2013માં કરવામાં આવી, ધી ફૈઝ બ્રાઇટ નર્સિંગ કોલેજમાં નર્સિંગ માટેનો બે વર્ષનો A.N.M.નો અભ્યાસ ઘર આંગણે કરાવવામાં આવે છે. આ કોર્ષ કર્યા બાદ રોજગારીની વિપુલ તકો રહેલી છે.
ધી ફૈઝ બ્રાઇટ નર્સિંગ કોલેજની કુલ 7 બેચમાં આશરે 200 વિધાર્થીનીઓએ અભ્યાસ કર્યો છે. F.H.W. 2022ની ભરતીની ફાઇનલ સિલેક્શન યાદીમાં ધી ફૈઝ બ્રાઇટ નર્સિંગ કોલેજની 54 વિધાર્થીનીઓ સિલેકટ થયેલ છે. F.H.W. 2022ની ભરતીમાં ધી ફૈઝ બ્રાઇટ નર્સિંગ કોલેજની એકી સાથે 54 વિધાર્થીનીઓએ સરકારી નોકરી મેળવીને ઇતિહાસ રચશે. વાંકાનેર ના ઇતિહાસમાં સૌ પ્રથમવાર કોઈ એક સંસ્થાની એક જ ભરતીમાં એકી સાથે 54 વિદ્યાર્થીનીઓ સરકારી નોકરી મેળવશે.
આ ભરતી પહેલા પણ ધી ફૈઝ બ્રાઇટ નર્સિંગ કોલેજની આશરે 60 વિદ્યાર્થીનીઓ સરકારી નોકરી મેળવીને પોતાની ફરજ હાલ બજાવી રહી છે. આ ઉપરાંત કેટલીક વિદ્યાર્થીનીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં જોબ કરી રહી છે. આમ છોકરીઓ માટે એ.એન.એમ. નર્સિંગ કોર્ષ કરીને જોબ માટેની વિપુલ તકો રહેલી છે.
ધી ફૈઝ બ્રાઇટ નર્સિંગ કોલેજમાં 2વર્ષના નર્સિંગ કોર્ષ એ.એન.એમ.માં એડમિશન પ્રક્રિયા ચાલુ છે. એડમિશન માટે સંપર્ક કરો…
ધી ફૈઝ બ્રાઇટ નર્સિંગ કોલેજ
27-નેશનલ હાઇવે, લાલપર,વાંકાનેર.
મો.9725890433
આ સમાચારને શેર કરો