સ્વ.તરૂબેન શાહનું અવસાન તથા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી શાહ પરિવારે સદગતની બન્ને આખોનું ચક્ષુદાન કર્યું…
શાહ પરિવારના સ્વ.તરૂબેન યશવંતરાય શાહ (ઉ.વષૅ ૮૪) અરિહંત શરણ પામતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીના પ્રયાસથી શાહ પરિવારના એડવોકેટ આશિષભાઈ શાહ, એડવોકેટ વિદીતભાઈ શાહે સ્વ.તરૂબેન યશવંતરાય શાહના બન્ને ચક્ષુઓનું દાન કરવાનો સમાજ ઉપયોગી નીર્ણય લીધો હતો.
ચક્ષુદાનમાં અર્હમ ફાઉન્ડેશનના આંખના સર્જન ડો. ધર્મેશભાઈ શાહ તેમજ તેમની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવેલ હતી. આ તકે 2 વ્યક્તિઓના જીવનમાં પ્રકાશની રોશની પથરાશે. શાહ પરિવાર તરફથી ચક્ષુદાન કરવાનો નીર્ણય સમાજ માટે પ્રેરણા સમાન છે. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીને સેવાની તક આપવા બદલ શાહ પરિવારનો માન્યો હતો.
આપના ઘરે આવતા પ્રસંગોમાં જન્મદિવસ નિમિત્તે કે કોઈ વ્યક્તિના સ્મૃતિરૂપ દિવસ નિમિત્તે તથા અન્ય પ્રસંગોપાત રકતદાન કેમ્પનું પણ આયોજન કરો તો આ તકલીફનું આંશીક નિવારણ થઈ શકે તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પ, ચક્ષુદાન, અંગદાન, સ્કીનદાન તેમજ કોઈપણ જીવદયાના સેવાના કાર્ય માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી 94282 00660 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


