ચેતી જાજો :રાજ્યમા આંખના રોગમાં થઈ રહ્યો છે વધારો
રાજ્યમાં આંખના રોગ કન્ઝેકટિવાઈટીસના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરેક જિલ્લામાં કન્ઝેકટિવાઈટીસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.હાલ ઘણા જિલ્લા મથકે 1000 કરતા વધુ કેસો નોંધાઇ રહ્યા છે.અમદાવાદ મનપા, ભાવનગર મનપા સહિતના મોટા શહેરોમા આંખના આ રોગના કેસો વધુ જોવા મળી રહ્યા છે. ઉપરા અમરેલી, વડોદરા, ભરુચ, મહેસાણામાં પણ અનેક લોકો આ રોગની ઝપટે ચડી રહ્યા છે. જેને લઈને ઉચ્ચકક્ષાએથી તમામ અધિકારીઓને સુચના આપવામાં આવી છે અને રોગથી બચવા ખાસ આગમચેતી અંગે પગલાં લેવા જણાવાયું છે.
આ રોગના લક્ષણની જો વાત કરવામાં આવે તો આ રોગમાં આખોમાંથી સતત પાણી પડે છે. ઉપરાંત આંખો લાલ કે ગુલાબી દેખાવા લાગે છે. તેમજ આંખોમાં સખત બળતરા અને ખંજવાળ આવવા લાગે છે. વધુમાં અતિશય આંસુ પણ વહેવા માંડે છે અને આંખોમાં સતત ખૂંચવું અને આંખોમાં સોજો આવવો સહિતના આ પ્રકારના રોગના લક્ષણો છે.

