એફપ્રો સંસ્થા દ્વારા ચાલતા બેટર કોટન પ્રોજેક્ટ અંતર્ગત દેશ-વિદેશના નિષ્ણાંતો વાંકાનેરમાં…
વાંકાનેર: એફપ્રો સંસ્થા દ્વારા ચાલતા બેટર કોટન પ્રોજેક્ટ અંતર્ગત કપાસની સપ્લાઇ ચેન અને ટ્રેસીબિલીટી પાયલટ પ્રોજેકટમાંથી કપાસની સપ્લાઇ ચેનને મજબૂત બનાવવા માટે પ્રોજેકટમાંથી બીસીઆઇ ગ્લોબલ ટીમ લંડનથી જેકી બ્રહમ અને ગ્રેઓગ્રી ફોકસ તથા અમેરિકાથી ઇન્ટરનેશનલ લેબર ડિપાર્ટમેન્ટમાંથી વી ચેન્જ ચેન અને ઇરેન કલેટ તથા અમેરિકા એસેમ્બી (દૂતાવાસ) એ. સુકેશ. બેટર કોટન સપ્લાઇ ચેન મેનેજર ભારત ન્યુ દિલ્હી થી મનીષ ગુપ્તા પધારેલ.
જેઓએ વાંકાનેરના કેરાળા ગામે ખેડૂતો અને મહિલાઓ સાથે વાર્તાલાપ કરેલ અને સાથે સાથે વિકાસ કૉટેક્ષ અને શિવમ કૉટેક્ષ અને જોલી સ્પીનિંગ મિલની મુલાકાત કરવામા આવેલ. સપ્લાઇ ચેનને સમજવામાં માટે વાંકાનેર માર્કેટ યાર્ડની મુલાકાત લઈને યાર્ડના ચેરમેન તથા સેક્રેટરી તથા દલાલો સાથે વાર્તાલાપ કરવામા આવેલ. આ પ્રોજેક્ટનો તથા મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ કપાસની સપ્લાઇ ચેનને મજબૂત કેવી રીતે બનાવી શકાય તે હતો.
આ માટે એફપ્રો સંસ્થા વાંકાનેરની ટીમ જેમાં નિતિન બંસલ, ગુલાબભાઇ સિપાઈ, ચતુરભાઇ મકવાણા તથા શોયબભાઇ પરાસરા અને ફિલ્ડ ટીમે જહેમત ઉઠાવેલ.




