Placeholder canvas

રાજકોટ: સેવાભાવી કેશુભાઈ રાંકના પુત્રના લગ્ન પ્રસંગે સદભાવના વૃધ્ધાશ્રમના વડીલોની સેવાનું અનુકરણીય પગલુ

રાજકોટના સેવાભાવી અગ્રણી કેશુભાઈ કરમશીભાઈ રાંકના સુપુત્ર ચિ. ધવલના શુભલગ્ન ચિ.શ્રેયા સાથે થશે. રાંક પરીવાર દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમના વડીલોની સેવાનું અનુકરણીય પગલુ

સૌરાષ્ટ્રનાં જાણીતા સેવાભાવી અગ્રણી સદભાવના વૃધ્ધાશ્રમ સહિતની અનેક સેવા સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા શ્રી કેશુભાઈ કરમશીભાઈ રાંક તથા શ્રીમતી રેખાબેન કેશુભાઈ રાંકના સુપુત્ર ચિ. ધવલનાં શુભલગ્ન જેતલસર નિવાસી શ્રીમતી ક્રિષ્નાબેન રાજેશભાઈ ભુવા તથા શ્રી રાજેશભાઈ મોહનભાઈ ભુવાની સુપુત્રી ચિ. શ્રેયા સાથે બુધવાર તા. ૨૫/૦૫/૨૦૨૨ના શુભદિને સપ્તપદી પાર્ટી પ્લોટ,જેતપુર-નવાગઢ બાયપાસ રોડ, જેતપુર ખાતે નિર્ધારેલ છે.

આ લગ્ન સમારંભમાં કોઈપણ જાતની ભેટ સોગાત સ્વિકારવાના નથી તેના બદલે ફકત નવદંપતીને વૃધ્ધાશ્રમના વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય અને વડીલોને આશરો મળી રહે તથા વડીલોને ભોજન મળી તેવા શુભઆશયથી અને પોતાના પુત્રના લગ્નમાં આવતી તમામ ચાંદલાની રકમ જતી કરી અને આવનાર માનવંતા મહેમાનોના આર્શિવાદ રૂપી જે કંઈ સ્વૈચ્છીક અનુદાન આવે તે ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૩૭૫ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે અને સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળુ પણ કોઈ ન હોય વૃધ્ધાશ્રમનાં વડીલોની યથાશકિત સેવા કરવાનો વિચાર કરેલ છે.

આ સદભાવના વૃઘ્ધાશ્રમનું ‘ધ ગ્રીન મેન’ તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બંન્નેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. વિજયભાઈ ડોબરીયાનાં માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્ધાશ્રમની ફૌજ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે. અત્યાર સુધીમાં ૧૫,૦૦,૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે તથા ૧૨૦ ટેન્કર વડે વૃક્ષોની માવજત તથા પાણી પીવડાવવાની જવાબદારી પણ સુંદર રીતે નિભાવી રહયાં છે.

ત્યારે લગ્નમાં થતી ચાંદલાની રકમ વૃક્ષારોપણ તથા વૃધ્ધાશ્રમનાં વડીલો માટે વાપરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા સદભાવના બળદ આશ્રમ, છતર ગામ, મોરબી હાઇવે, રાજકોટ ખાતે શરૂ કરવામાં આવ્યું છે જેમાં હાલમાં ૫૦૦ જેટલા બળદ આશ્રય લઈ રહ્યાં છે.
આવનાર મહેમાનોને પણ વૃધ્ધ વડીલોના આર્શીવાદ મળે તેવા શુભ આશયથી સ્વૈછીક અનુદાન સદભાવના વૃધ્ધાશ્રમને આપે તે માટે રાંક પરીવારનાં શ્રી કેશુભાઈ કરમશીભાઈ રાંક તથા શ્રીમતી રેખાબેન કેશુભાઈ રાંક અને સમગ્ર રાંક પરીવારે સમાજમાં એક નવો ચીલો ચાતરીને સમાજમાં દરેકને એક નવી પ્રેરણા મળે તેવો પ્રયત્ન કરેલ છે. તા. ૨૪/૦૫/૨૦૨૨, મંગળવાર, સાંજે ૦૩-૦૦ કલાકે, ‘શુભ મંગલ પાર્ટી લોન્સ’, મવડી કણકોટ ચોકડી, પાટીદાર ચોક, ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે પ્રસંગ સ્થળે રાજકોટમાં આવેલ સદભાવના વૃધ્ધાશ્રમનું ડોનેશન કાઉન્ટર રાખવામાં આવશે. આ અંગેની વિશેષ માહિતી માટે શ્રી કેશુભાઈ કરમશીભાઈ રાંક ‘શિવમ, ૧૦૩, આસ્થા રેસીડેન્સી, મવડી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ મો. ૯૮૨૫૭ ૯૪૮૦૭ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો