Placeholder canvas

એક વખતની બે ‘યારો’ની દાખલારૂપ ભાગીદારી આજે ‘લેન્ડ ગેબરિંગ’ની ફરિયાદે પહોંચી !!!

વાંકાનેરના મોમીન સમાજની એક વખતની ઉદાહરણરૂપ ભાગીદારી આર.જે એગ્રો એન્ડ કંપની ના પાર્ટનર રસુલભાઇ માથકિયાએ જલાલભાઈ પરાસરા ઉપર લેન્ડ ગેબરિંગની ફરિયાદ કરી !!!

વાંકાનેર માં ૧૯૮૫થી આર.જે. એગ્રો એન્ડ કંપની ના નામે રસુલભાઈ માથકીયા અને જલાલભાઇ પરાસરાએ આ બંને મિત્રોએ સાથે મળીને ભાગીદારીમાં જંતુનાશક દવાનો ધંધો શરૂ કર્યો હતો. જે ૧૯૯૦માં ભાગીદારી છૂટી કરવામાં આવી હતી. આ દરમિયાન ભાગીદારીની કે સંબંધમાં વાપરવા આપેલ મિલકતની બાબતમાં પ્રશ્ન ઉભો થતા મોમીન સમાજના સામાજિક આગેવાનોએ સમાધાન માટે પ્રયત્નો કર્યા આમ છતાં સમાધાન ન થતાં આખરે રસુલભાઇ માથકિયા તેમના જૂના પાર્ટનર જલાલ પરાસરા ઉપર લેન્ડ ગેબરિંગસની ફરિયાદ કરી છે.

બનાવની હકીકત કંઈક એવી છે કે રસુલભાઈ માથકિયાએ પોતાની વાંકાનેરના જીનપરા મેઈન રોડ પર દુકાન જલાલભાઈ પરાસરાને વાપરવા આપી હોય જે દુકાન તે અને તેમના બે પુત્રોએ પચાવી પાડી કબજો કર્યો હોય જેથી રાસુલભાઈની ફરિયાદને આધારે પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

વાંકાનેરના પરવેઝ પાર્કના રહેવાસી રસુલભાઈ હાજીભાઇ માથકીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આજથી અઢી વર્ષ પહેલા ફરિયાદીની માલિકીની જીનપરા મેઈન રોડ પર આવેલ સર્વે નં ૩૦૦૨ પૈકી જમીન પર પાકી દુકાન સંબંધના નાતે વાપરવા આપી હોય જે દુકાન આરોપીઓ જલાલ વલીભાઈ પરાસરા, પરવેઝ જલાલભાઇ પરાસરા અને નુરઅખ્તર જલાલભાઇ પરાસરા રહે ત્રણેય ગુલશન પાર્ક ચંદ્રપુર તા. વાંકાનેર વાળાએ પચાવી પાડવાના આશયથી કબજો કરી હાલ સુધી પોતાના કબજામાં રાખી વપરાશ કરતા હોય અને દુકાન ખાલી કરી સોપી આપવા જણાવતા ગાળો આપી મારવા દોડ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે

વાંકાનેર સીટી પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો