Placeholder canvas

મધ્યપ્રદેશમાં ‘આપ’ની એન્ટ્રી: સિંગરૌલી નગરપાલિકામાં જીત, મોરબીમાં ઉજવણી.

મોરબી: મધ્યપ્રદેશના સિંગરૌલી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય મળતા આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરોએ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ઢોલ નગારા વગાડીને, એક બીજાને મીઠાઈ ખવડાવીને, સૌને શુભેચ્છા પાઠવી અને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી.

આ ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લા કાર્યાલય ખાતે હોદેદારો એ એક બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. આમ આદમી પાર્ટીનો દિવસે ને દિવસે વધતો વ્યાપ અને લોકપ્રિયતા થી ભાજપ અને કૉંગ્રેસ ના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે આજ રીતે “આપ” નો વધતો વ્યાપ રાજકારણમાં સારા બદલાવના સંકેતો મળી રહ્યા છે.

આ સમાચારને શેર કરો