Placeholder canvas

વાંકાનેર: લીંબાળાધાર પાસેથી 78 બોટલ અંગ્રેજી દારૂ સાથે બે ઝડપાયા.

વાંકાનેર : 27 નેશનલ હાઇવે ઉપર લીંબાળાધાર નજીકથી સીટી પોલીસે બાતમીને આધારે વોડકાની 78 બોટલ સાથે બે યુવાનોની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મળેલી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે 27 નેશનલ હાઇવે ઉપર લીંબાળાધાર નજીક આવેલ બજરંગ હોટલ પાસે દરોડો પાડી પડતર જગ્યામાંથી વાઈટ લેસ વોડકાની 78 બોટલ કિંમત રૂપિયા 29,250 કબ્જે કરી આરોપી વિવેક મંછારામ ગોંડલીયા રહે.ગારીયા અને બળવંત નાગરભાઈ સાંકળીયા રહે.મકનસર નામના શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો