રાજકોટ : PGVCL કસ્ટમર કેર સેન્ટરમાં કર્મચારીઓ સાગમટે ઊંઘતા ઝડપાયા.!!

  1. Rajkot શહેરનાં PGVCL કસ્ટમર કેર સેન્ટરનો વીડિયો વાઇરલ
  2. કસ્ટમર કેર સેન્ટરમાં મોટાભાગનાં કર્મચારીઓ સાગમટે ઊંઘતા ઝડપાયા
  3. કનક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો વીડિયો હોવાની ચર્ચા

રાજકોટ શહેરનાં PGVCL કસ્ટમર કેર સેન્ટરનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં PGVCL કસ્ટમર કેર સેન્ટરમાં મોટાભાગનાં કર્મચારીઓ સાગમટે ઊંઘતા ઝડપાયા હતા. કનક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો આ વીડિયો હોવાની ચર્ચા છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે. આ વીડિયોને જોઈ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રાજકોટ શહેરનાં (Rajkot) PGVCL કસ્ટમર કેર સેન્ટરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ વીડિયોમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે ચોંકાવનારા છે. આ વાઇરલ વીડિયો રાજકોટમાં કનક રોડ પર આવેલા PGVCL કસ્ટમર કેર સેન્ટરનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઓફિસમાં મોટા ભાગનાં કર્મચારીઓ ઘોડા વેચી ઊંઘી રહ્યા છે. આ વીડિયો વાઇરલ થતાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે, ગ્રાહકો ફરિયાદ માટે ફોન કરતા હોય છે પરંતુ, ફોન નથી ઉપાડતા અને કામનાં સમયે ઊંઘે છે.

PGVCL નાં MD દ્વારા તપાસના આદેશ

રાજકોટ PGVCL કસ્ટમર કેર સેન્ટરમાં રાત્રિના સમયે મોટાભાગનાં કર્મચારીઓ એક સાથે ખુરશી પર સૂઈ જતા હોવાનો વીડિયો વાઇરલ થતાં આ મામલે PGVCL નાં MD દ્વારા તપાસનાં આદેશ કરાયા છે. માહિતી છે કે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. નોંધનીય છે કે, પાંચેક મહિલા પહેલા પણ આવો જ એક વીડિયો વાઇરલ થયો હતો…

આ સમાચારને શેર કરો